ધરમપુર: હાલમાં GPSC ના જાહેર થયેલા પરિણામમાં સિલેક્ટ થયા હતા જેમાં ધરમપુર તાલુકાના કાકડકુવા ગામની ગરીબ આદિવાસી દીકરી આયુષી કુમારીએ આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેકસ ક્લાસ -1, નાણાં વિભાગમાં પોસ્ટીગ મેળવી પરિશ્રમનો પારસમણી હાસિંલ કર્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આયુષી કુમારી ધરમપુર તાલુકાના કાકડકુવા ગામમાં રહે છે. તેમના પિતા ગોવિંદભાઈ પટેલ હાલમાં હયાત નથી તેમની માતા ઘરકામ કરે છે. આયુષી આ અગાઉ પણ ત્રણ-ત્રણ જોબ મેળવી ચૂકી છે. સૌ પ્રથમ જુનિયર ક્લાર્ક DGVCL માં ડેપ્યુટી સેક્શન અધિકારી,શિક્ષણ વિભાગમાં,ત્યારબાદ સહાયક સબ રજીસ્ટાર વર્ગ -2 ખેતીવાડી,ખેડૂત કલ્યાણ અને કો ઓપરેશન વિભાગમાં સર્વિસ મેળવી ચૂક્યા છે.તેમ છતાં કહેવાય છે કે, સખત પરિશ્રમ અને ઉચ્ચ ધ્યેયનું જેનું લક્ષ્ય હોઈ તેને આસમાન પણ નાનું પડતું હોઈ છે.એવા જ બુલંદ હોંશલા સાથે આયુષીએ પોતાની ઉજ્જવળ કારકિર્દીની કેડી ને રુંધાવા ના દેતા અવિરત દિનરાત મહેનત કરી આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેકસ ક્લાસ -1, નાણાં વિભાગમાં પોસ્ટીગ મેળવી છે.
આયુષીએ એક પણ જાહેર પરીક્ષાની તૈયારી કરાવતા કોચિંગ ક્લાસની ટ્રેનીંગ પણ લીધી નથી.માત્ર ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરીમાં બે વર્ષ પહેલાં વાંચન કર્યું હતું. આજના સતત અવિરત હરિફાઈના જમાનામાં પણ આવું સ્વબળે સાહસ કરી GPSC ની પરીક્ષા પાસ કરવી લોઢાના ચણા ચાવવાથી ક્યાંય કમ તો નથી જ.