ક્રિકેટ: વર્તમાનમાં કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે સંઘર્ષનું મેદાન કે પછી રમતનું મેદાન છેલ્લા દમ સુધી લડી લેવાનો જુસ્સો હારની બાજીને જીતમાં પલટી નાખતો હોય છે અને ઈતિહાસ સર્જાય છે તેવી ઘટના કઈ ગતરોજ વર્લ્ડ કપની મેચમાં જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આજે વર્લ્ડ કપ ક્રિકેટની મેચમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ક્રિકેટર ગ્લેન મેક્સવેલે અફઘાનિસ્તાન સામેની ઈનિંગમાં ડબલ સેન્ચ્યુરી મારી પોતાની ટીમને જીત અપાવીને એક ન તૂટનારો ઈતિહાસ ખડકી દીધો છે. મેચમાં ઇનિંગ દરમિયાન બેક પેઈનની તક્લીફ અને ઈજાગ્રસ્ત હોવા છતાં 128 બોલમાં 201* રન મારી દીધા હતા જે  અકલ્પનિય છે પણ ગ્લેન મેક્સવેલે મેદાનમાં કરી બતાવ્યું હતું.

ગ્લેન મેક્સવેલની આ ઈનિંગ ક્રિકેટ વિશ્વના ઈતિહાસમાં અને ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં યુગો યુગો સુધી યાદ રેહશે. મેક્સવેલની આ ઈનિંગ એ સાબિત કરે છે કે જીવનમાં સફળતા મેળવવા પરિસ્થિતિ સામે ઝઝૂમતા રહો, હિંમત હાર્યા વગર સતત સંઘર્ષ કરતા રહો.. સફળતા મળશે જ