ડેડીયાપાડા: થોડા દિવસ પહેલાં ડેડીયાપાડાના ફુલસર રેંજના જારોલી બીટમાં ખેડૂત અને વન વિભાગ વચ્ચે જમીન ઉપર ખેડાણની સમગ્ર ઘટના આદિવાસી વિસ્તારોમાં ચર્ચાસ્પદ બની છે ત્યારે આ જમીન વન વિભાગની માલિકીની કે ખેડૂતની સનદવાળી કે સનદ વિનાની એ એક પ્રશ્ન છે.
Decision News ને મળેલી માહિતી મુજબ નર્મદાના નાયબ સંરક્ષક નીરજ કુમારે ડેડીયાપાડાના જે ખેડૂતની જમીન પર વન વિભાગે ખેડાણ દૂર કર્યું તે જમીન બિનઅધિકૃત સનદ વિનાની છે એવો દાવો કર્યો છે. જેને લઈને ફુલસર રેન્જના જારોલી બીટમાં આવતાં ખેડૂતની જમીન પર ખેડાણ કરાતા વન વિભાગના કર્મચારીઓએ ખેડૂતના વાવેલા પાકને દૂર કર્યો હતો જે મામલો હવે ચકચાર મચાવી રહ્યો છે.
આ ઘટનામાં બીટગાર્ડને ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ધાકધમકી અને માર માર્યો હોવાની વાત બહાર આવી હતી અને પોલીસ દ્વારા ધારાસભ્ય ચેતર વસાવા અને અન્ય ત્રણ વ્યક્તિઓ વિરદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી જેને કારણે ડેડીયાપાડામાં આદિવાસી સમાજ દ્વારા પહેલાં ડેડીયાપાડા અને બાદમાં સાગબારા બંધ પાળ્યું હતું.

