રિસર્ચ રિપોર્ટ: એસ.એસ. ગુપ્તા PIU ના અધિકારીના સરનામે જ કંપની ખોલી ટેન્ડર પાસ થતાં કૌભાંડની તપાસ કરવા મુખ્ય મંત્રીને યુવા આગેવાન આશિષભાઈ ગજેન્દ્ર ચૌધરી દ્વારા રજુઆત કરાતા અધિકારી આલમમાં ચકચાર મચી જવા પામી છે.
વાત જાણે એમ છે કે નિવૃત કાર્યપાલક ઈજનેર (વિધ્યુત) એસ. એસ. ગુપ્તા જેઓને 14 સપ્ટેમ્બર 2022 ના રોજ પી.આઈ.યુ. વડોદરા (ઝોન-6) ખાતે કરાર આધારિત કાર્યપાલક ઇજનેર (v) તરીકે નિમણૂક આપવામાં આવી હતી. તારીખ 30 જાન્યુઆરી 2023 થી R.K. Infrastructure ના નામથી S.R. work for A to G ward block, OPD, Trauma center at civil hospital Campus Asarwa Ahemedabad tendered amount rs. 76,62,952/- જેવી મસમોટી રકમનું ટેન્ડર ફાળવવામાં આવ્યું હતું.
એસ.એસ. ગુપ્તાને મળેલ નિમણૂક પત્ર અને ફળવાયેલ ટેન્ડર R.K. INFRASTRUCTURE બંને ના એક જ સરનામાં જોતા પ્રાથમિક દ્રષ્ટિએ હોદ્દા નો દુરૂપયોગ થયા હોવા બાબતની રજૂઆત અરજદાર આશિષભાઈ ગજેન્દ્ર ચૌધરી દ્વારા કરવામાં આવી છે. એક જ સરનામે થી ચાલતા ગુપ્ત કામો થકી સરકારી નાણાં નો વ્યય કરવા કોઈ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું છે કે પછી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાભ મેળવવા માટે ભ્રષ્ટાચારી ખેલ આચરવામાં આવ્યો છે તેની તપાસ માટે રજૂઆત મુખ્યમંત્રી સહિત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ ના ચીફ સેક્રેટરી તેમજ ગુજરાત હાઈકોર્ટે ના ચીફ જસ્ટિસ સુધી પહોંચાડવામાં આવી છે જે બાબતે આવનાર દિવસોમાં એક જ સરનામે થી ચાલતા વધુ ગુપ્ત કામો તપાસ બાદ બહાર આવે તો નવાઈ નહીં.