સેલવાસ: આજરોજ સેલવાસ પાલિકા પાલિકા વિસ્તારમા સ્વચ્છતા વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમા રેડ પાડવામા આવી હતી જેમાં કુલ 42કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી અને સાત હજારનો દંડ કરવામા આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકના માર્ગદર્શનમા સેલવાસ પાલિકાના પ્રમુખના દિશાનિર્દેશમા અને ચીફ ઓફિસરના નેતૃત્વમા પ્લાસ્ટીક પ્રતિબંધને સખ્તીથી અમલમા લાવવા માટે અભિયાન ચલાવવામા આવી રહ્યુ છે. જેના અંતર્ગત પાલિકા વિસ્તારમા સ્વચ્છતા વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમા રેડ પાડવામા આવી હતી જેમાં કુલ 42 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી અને સાત હજારનો દંડ કરવામા આવ્યો હતો.
સેલવાસ પાલિકા દ્વારા દરેક નાગરવાસીઓને સુચિત કરવામા આવે છે કે પાલિકા વિસ્તારમા હેન્ડલિંગ અને પ્રબંધન સંશોધન 2020અનુસાર નિમ્ન પ્લાસ્ટિક/પોલીથીનની થેલીઓ પ્રતિબંધ છે અને એનો ઉપયોગ અને વેચાણ કરવુ પણ દંડનીય અપરાધ છે. એના સિવાય હેન્ડલિંગ અને પ્રબંધન સંશોધન 202 અનુસાર કોઈપણ દુકાનદાર અથવા વિક્રેતાને પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ અથવા સંગ્રહ કરવાની અનુમતિ નથી. એવુ કરનાર પર ઉપનિયમો મુજબ વારંવાર કરવામા આવતા અપરાધ પર એ દુકાનદારો અને પથ વિક્રેતાઓનુ રજીસ્ટ્રેશન રદ કરવા માટે આગળ ઉત્તરદાયી ગણાશે.

