વાંસદા: ગતરોજ લગભગ રાતના 8: 00 વાગ્યાની આસપાસ વાંસદાના વણજારવાડી ગામમાંથી પસાર થતાં NH 56 પર બાઈક નંબર GJ-21-AP 6449 અને સાયકલ સવાર વચ્ચે અકસ્માતની ઘટના બનવા પામી હતી. જેમાં બાઈક સવાર ગંભીર રીતે ઘવાયો હતો.

જુઓ વિડીયો….

Decision News એ ઘટના સ્થળ પર હાજર લોકો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે આ GJ-21-AP 6449 નંબર  બાઈક અને સાઈકલ સવાર વચ્ચેની અકસ્માતની ઘટના રાત્રીના 8:00 વાગ્યા બાજુ થઇ હતી. જેમાં સાયકલ સવાર દૂધ ભરીને આવી રહ્યો હતો અને બાઈક સવારે સાયકલ સવાર ને ટક્કર મારી હતી પણ સાયકલ સવારનો ચમત્કારિક બચાવ થયો જ્યારે બાઈક સવાર ગંભીર રીતે ઘવાયો હતો જેને લઈને અકસ્માત સ્થળે ભેગા થઇ ગયેલા લોકોએ 108 ની મદદથી તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડયો હતો.

લોકોનું કહેવું હતું કે સાયકલ સવાર વાંસદાના વણજારવાડી ગામનો તથા બાઈક સવાર ચીખલી તાલુકાના મિયાંઝરી ગામનો હતો. બાઈક સવારના મોબાઈલ પરથી ઘટના સ્થળે હાજર સામાજિક આગેવાને બાઈક સવારના ઓળખીતાને ઘટનાની માહિતી આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.