ડાંગ: આદિવાસી યુવાનો પોતાની રમતગમત કૌશલ્ય વિકાસ કરી શકે એવા ઉદ્દેશ સાથે ડાંગ જિલ્લાના સાકળ પાતળ અને ગારખડી ગામમાં યોજાયેલી એક કબડ્ડી સ્પર્ધામાં ધરમપુર સાંઈનાથ હોસ્પીટલના ડો. હેમંત પટેલ સહયોગી બન્યા હતા. જેમાં 59 ટીમોએ ભાગ લીધો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ ડાંગ જિલ્લાના દુર્ગમ વિસ્તારના આવેલા સાકળ પાતળ અને ગારખડી નામના બે ગામમાં એક કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતની 51 અને મહારાષ્ટ્રની 8 એમ કુલ 59 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં મહત્વની વાત એ હતી કે આ સ્પર્ધા માત્ર આદિવાસી યુવાનો માટે યોજવામાં આવી હતી. આ સ્પર્ધા બે દિવસની હતી જે જુદા જુદા સ્થળે રમાઈ હતી જેમાં સાકળ પાતળની કબડ્ડી ટીમે પ્રથમ વિજેતા બની હોવાનું જાણવા મળ્યું છે.
આ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય ઇનામ તો ખરું જ પણ બાકીની 57 આદિવાસી યુવાનોની ટીમોને નાના મોટા ઇનામ આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં મોટા પ્રમાણમાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.