મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય સુરેશ ધસની પત્ની પ્રાજક્તા સુરેશ ધસ પર આરોપ લાગી રહ્યો છે કે તેઓ દ્વારા બીડ જિલ્લામાં એક આદિવાસી માર મારી તેની જમીન હડપી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેનો વિડીયો વાયરલ થયો છે,
મહિલાનો વિડિયોમાં મહિલા નિર્વસ્ત્ર હાલતે રસ્તા પર દોડી રહી છે. આ ઘટના જમીનના વિવાદ છે અને 15 ઓક્ટોબર રવિવારના રોજ મહિલાને નિર્વસ્ત્ર કરીને મારવામાં આવી હતી. આદિવાસી મહિલાએ ધારાસભ્યની પત્ની સહિત ત્રણ લોકો સામે કેસ દાખલ કર્યો છે. મીડિયા સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મહિલાનું કહેવું છે કે ભાજપના ધારાસભ્યની પત્ની તેના ગુંડાઓની મદદથી તેની પૈતૃક જમીન હડપ કરવા માગે છે. પ્રાજક્તા ધસ જે જમીન પર દાવો કરી રહી છે તે ૬૦-૭૦ વર્ષથી તેના પરિવાર પાસે છે. ઘટનાના દિવસે તે તેના પતિ અને પુત્રવધૂ સાથે ખેતરમાંથી બળદ ગાડામાં પશુઓ માટે ઘાસચારો લાવવા માટે ગઈ હતી. પછી પતિ અને પુત્રવધૂએ ખેતરોમાં ચક્કર મારવાનું શરૂ કર્યું. આદિવાસી મહિલા બળદ ગાડામાં ઘાસચારો ભરી રહી હતી ત્યારે રાહુલ જગદાલે અને રઘુ પવાર ત્યાં આવ્યા અને મહિલાને પકડીને જમીન પર સુવડાવી બંનેએ મહિલાને માર મારવા લાગ્યા હતા. મહિલા બચાવ માટે દોડવા લાગી તે સમયે આરોપીએ મહિલાને કપડાં કાઢી લીધા હતા. વાયરલ વીડિયોમાં બંને આરોપીઓ બાઇક પર ભાગતા અને મહિલા નિર્વસ્ત્ર હાલતમાં જોવા મળી રહી છે.
આ ઘટનાને લઈને ધારાસભ્ય સુરેશ ધસેએ પોતાના પર અને તેમની પત્ની પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા ગણાવ્યા છે. ટૂંકા ગાળામાં જ આ ઘટના વિષે વિગતવાર જણાવવાની વાત કરી છે. આ માનવતાને શર્મસાર કરતી ઘટનાને લઈને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ હેઠળ કેસ નોંધાયો છે.