નર્મદા: ગતરોજ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ધર્માંતરણ મામલે ખ્રિસ્તી ધર્મના લોકોને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, લોકો પૈસા આપીને ધર્માતરણ કરતા હોય તેવો કોઈ દાખલો નથી, ધર્માંતરણ મુદ્દે થતા તમામ આક્ષેપો પાયાવિહોણા છે. ચૈતર વસાવાના નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
જુઓ વિડીયો
તેઓએ જણાવ્યું કે, સરકારે ખ્રિસ્તી સંમેલન યોજવાની પરવાનગી નહીં આપતા સંમેલનનું સ્થળ બદવાની ફરજ પડી હતી. આ કાર્યક્રમ મહારાષ્ટ્ર બોર્જર ખાતે યોજવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, સેલંબા ખાતે શોર્ય જાગરણ યાત્ર વગર પરમિશે નીકળી પણ આ કાર્યક્રમને મંજૂરી નહીં. એક દેશ એક રાજ્યમાં બંને સમાજ માટે અલગ-અલગ નિયમો કેમ, આવો ભેદભાવ સરકારે ન રાખવો જોઈએ.

