વલસાડ જિલ્લાની સૌથી મોટી કપરાડા એપીએમસી માર્કેટની આજે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એપીએમસીની ખેડૂત વિભાગની કુલ 10 બેઠકો અને વેપારી વર્ગની કુલ ચાર બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ જેમાંથી વેપારી વર્ગની ચાર બેઠકો ભાજપ સમર્પિત પેનલ તરફથી બીનહરીફ જાહેર થઈ છે. આથી બાકી રહેલી ખેડૂત વર્ગની 10 બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં ભાજપના ઉપપ્રમુખ મુકેશ પટેલ સમર્થિત પેનલ અને કોંગ્રેસના કપરાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરેશ પટેલની પેનલો વચ્ચે પ્રતિષ્ઠા ભર્યો જંગ ખેલાઈ રહ્યો છે. બેઠકમાં બંને પેનલ તરફથી 10 બેઠકો માટે 20 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
આજરોજ સવારથી જ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. આવતીકાલે ચૂંટણીનું પરિણામ જાહેર થશે. જોકે જિલ્લાની સૌથી મોટી કપરાડા એ.પી.એમ.સી ની ચૂંટણી ને કારણે જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું છે.

