વાંસદા: આજરોજ વાંસદામાં સરકારી કોલેજની થોડી આગળ બાઇક અને ટાવેરા કાર વચ્ચે ગંભીર અકસ્માત થયાની ઘટના સામે આવી છે, જેમાં બાઈક ચાલકનો બાઇક ચાલક અને સવારને ગંભીર ઈજા હોવાનું જાણવા મળ્યું છે.
જુઓ વિડીયો..
DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગત અનુસાર વાંસદાના નાની ભમતીમાં બાઇક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો જેમાં બાઈક ચાલક બેભાન થઇ ગયા હતા અને બાઇક સવાર હાથ-પગે ગંભીર ઈજા થઇ હતી. આ ઘટનાની થોડીવારમાં આ ઘાયલ બનેલા બાઈક સવારોને 108 ની મદદથી સારવાર અર્થે વાંસદા કોડેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર અકસ્માતની ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. હાલમાં પોલીસ દ્વારા કાર અને ડ્રાઇવર વિરુદ્ધ કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.











