ચીખલી: થોડા દિવસ પહેલા ચીખલી તાલુકાના સમરોલી ઘોર ફળિયા ખાતે રહેતી રેની નીલમ કોળી પટેલે ટેબલ ટેનિસની રમતમાં રૂચિ ધરાવતી રેની પટેલે નેપાળ ખાતે યોજાયેલી ચાર દેશ વચ્ચેની છઠ્ઠી ઓપન ઇન્ટરનેશનલ ગેમ્સ- 2023માં ભાગ લઇ ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ મેળવ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલીના સમરોલી ઘોર ફળિયા ખાતે રહેતી અને ગામમાં જ આવેલી સ્વામિના૨ાયણ ઇન્ટરનેશનલ ગુણાતીત વિદ્યા ધામમાં ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી રેની નીલમ કોળી પટેલે નેપાળ ખાતે યોજાયેલી ચાર દેશ વચ્ચેની છઠ્ઠી ઓપન ઇન્ટરનેશનલ ગેમ્સ- 2023માં ભાગ લીધો હતો. અને તેમાં ઉત્તમ પ્રદર્શન કરતાં બીજો ક્રમાંક મેળવી સિલ્વર મેડલ મેળવ્યું હતું.

રેનીએ ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ મેળવીને શાળા, સમાજ સાથે ગુજરાત અને દેશનું નામ પણ રોશન કર્યું છે. રેનીના માતા પોલીસ વિભાગમાં અને તેમના પિતા વ્યવસાય સાથે સંકળાયેલા છે, રેનીની સફળતામાં માતા-પિતાની મહેનતની સાથે બીલીમોરાના કોચ ધર્મેશભાઈ બલસારાનું પણ અમુલ્ય યોગદાન છે.