વાંસદા: આજરોજ ખારેલમાં આવેલી ગ્રામ સેવા ટ્રસ્ટ દ્વારા દાતા નયનાબેન તથા દિનેશભાઈ છોટુભાઈ શાહ (શિકાગો યુ.એસ.એ.) સહયોગથી આગામી 8મી ઓક્ટોબર રવિવારના રોજ ખાંભલા ગામમાં નિ:શુલ્ક તબીબી નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગત અનુસાર ખારેલમાં આવેલી ગ્રામ સેવા ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ ખાંભલા ગામમાં નિ:શુલ્ક તબીબી નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જે ખાંભલા મુખ્ય પ્રાથમિક શાળામાં સવારે 10થી 2 કલાક દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાત તબીબો દ્વારા નિદાન અને સારવાર પૂરી પાડવામાં આવશે.

આ શિબિરમાં સામાન્ય રોગો, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, પેટના રોગો, શ્વાસના રોગો, સિકલસેલ, સ્ત્રીરોગો, બાળરોગો, હાડકાના સાંધાના તથા ખોડખાપણના રોગો તેમજ જનરલ સર્જરીનું નિદાન સારવાર ઉપલબ્ધ થશે.