જલાલપોર: એક જલાલપોર પ્રેમી દ્વારા પ્રેમિકાએ પ્રેમસંબંધ રાખવાની ના ગુસ્સે ભરાઈને તેનું અપહરણ કરી રેલવે સ્ટેશને લઈ જઈ પ્રેમિકા પર હિંસક હુમલો કરી ભાગી ગયાની ઘટના પ્રકાશમાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વંટોળ શરુ થયો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ જલાલપોર મરોલી વિસ્તારની સિવણ ક્લાસ કરતી યુવતી અને ડાલકી ગામના મલેક ફળિયામાં રહેતા બાસીત નામના યુવાન વચ્ચે છ માસથી પ્રેમસંબંધ હતો પણ અગમ્ય કારણો ને લઈને યુવતીને બાસિત સાથે પ્રેમસંબંધ વધારવાનો ઇનકાર કરી બાસીતને ઇગ્નોર કરવાનું શરુ કરી દીધું હતું.
બાદમાં મંગળવારના રોજ યુવતી દરોજની જેમ સીવણ ક્લાસ માટે નીકળી ત્યારે બાસીતે તેને રસ્તામાં મળી જરૂરી વાત કરવાનું કહી મરોલી રેલવે સ્ટેશન પર લઈ ગયો અને બંનેની વચ્ચેની વાતમાં ઉગ્ર બોલાચાલી થઇ ગઈ ત્યારે બાસીતે યુવતી પર માથાના ભાગમાં હિંસક હુમલો કરી દેતા તેને લોહી નીકળવાનું શરુ થઇ ગયું હતું અને તે બેભાન થઇ ગઈ હતી. આ ઘટના વિષે સિવણ ક્લાસમાંથી યુવતીના પિતાને ફોન આવ્યો કે તમારી છોકરીને એક છોકરો જબરદસ્તીથી બાઈક ઉપર બેસાડીને લઈ ગયો છે. તેથી પરિવાર શોધ કરવામાં લાગ્યા અને તેમને રેલવે સ્ટેશનનાં પગથિયા નજીક પોતાની દીકરી લોહીલુહાણ હાલતમાં બેહોશ મળી આવી ત્યારે તેઓએ તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. આ બાબતે યુવતીના પિતાએ બાસીત અબ્દુલ ક્યુમ મલેકની સામે પોલીસ ફરિયાદ કરી છે.