નવસારી: ગતરોજ નવસારીની યુવતીએ પ્રેમીએ સોશ્યલ મિડિયામાં રીલ મૂકવા બાબતે થયેલી માથાકૂટમાં માઠું લાગતા તેણીએ ગળે ફાંસો લઈ જીવન ટૂંકાવતા પરિવાર શોકમાં ગરકાવ થવા સાથે આવા પગલે ચોકી ગયું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ નવસારીમાં પ્રેમીના ઘરે ગણેશોત્સવ દરમિયાન રહેવા આવેલ પ્રેમિકા આવતા રવિવારે મોબાઈલમાં સ્ટોરી જોયા બાદ બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ પ્રેમિકાએ ઘરે ફાંસો ખાઈ લેતા પ્રેમીએ બારી તોડી ઘરમાંથી પ્રેમિકાને સારવાર માટે લઈ ગયો હતો પરંતુ પ્રેમિકાનું એક દિવસની સારવાર બાદ મોત થયું હતું.

પોલીસે આ અંગે તપાસ કરતા યુવતીના પરિવારજનોએ પણ યુવાનના પરિવાર વિરુદ્ધ કોઈ આક્ષેપો કર્યા નથી અને તેમને અકસ્માતની ઘટનાને લઈને યુવાનના પરિવાર પર વિશ્વાસ હોય જલાલપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.