કપરાડા: ગતરોજ કપરાડા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ચૂંટણી માટે ઉમેદવારી પત્રકો ભરવાના દિવસે કુલ 26 ઉમેદવારી પત્રકો ભરાયા હતા. જેમાં ખેતીવાડી વિભાગ માટે 22 અને વેપારી વિભાગ માટે 4 ફોર્મ ભરાયાં હતાં.
Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ચૂંટણી માટે ઉમેદવારી APMCના બોર્ડ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં ફરી એકવાર વલસાડ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ અને એપીએમસીના હાલના અધ્યક્ષ મુકેશ પટેલે ઉમેદવારી પત્રક ભરતા ચૂંટણી ભારે રસપ્રદ બનવાની શક્યતા વચ્ચે મંગળવારે ઉમેદવારી પત્રકો ભરવાના દિવસે ખેતીવાડી વિભાગ અને વ્યાપારી વિભાગમાંથી ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભર્યું હતું. નોંધનીય છે કે વેપારી વર્ગમાંથી મુકેશ પટેલને ભરપૂર સમર્થન મળ્યું છે, ચૂંટણીમાં પ્રથમવાર કપરાડા તાલુકા કોંગ્રેસના પ્રમુખ હરેશ પટેલે પણ ઉમેદવારી પત્રક ભર્યું છે. જેના પગલે ચૂંટણી ભારે રસપ્રદ બની રહેવાની શક્યતા જોવાઇ રહી છે. તેમણે પણ સમર્થકો સાથે પહોચી તેમની ઉમેદવારી પત્રકો ભર્યા હતા.
આ પ્રસંગે કપરાડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ રમેશ ભાઈ ગાવિત અને પૂર્વ ધારાસભ્ય માધુભાઈ રાવુંત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

