પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

વાંસદા: વન્યપ્રાણી સપ્તાહ 2023ની ઉજવણી અંતર્ગત દક્ષિણ ડાંગ વનવિભાગ હસ્તકની વાંસદા નેશનલ પાર્ક રેંજમાં 2 ઓક્ટોબરના રોજ મહુવાસ થી ખરજઈ રોડ સુધીની 18 વર્ષથી મોટા અને નાના દોડવીરો માટે અલગ-અલગ મીની દોડનું આયોજન કરવામાં આવ્યું છે.

Decision News ને મળેલી વિગતો મુજબ વાંસદા નેશનલ પાર્ક રેંજમાં 2 ઓક્ટોબરના રોજ મીની દોડનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વયજૂથ પ્રમાણે 4 જૂથમાં દોડવીરોની વહેંચણી કરાઇ છે. ઉત્સુક દોડવીરો માટે 18 વર્ષથી નીચેનાં ભાઈઓ માટે-5 કિમી, 18 વર્ષથી નીચેની બહેનો માટે-3 કિલોમીટર, જ્યારે 18 વર્ષથી ઉપરનાં ભાઈઓ માટે 10 કિલોમીટર તથા 18 વર્ષથી ઉપરની બહેનો માટે-7 કિલોમીટરની દોડનું આયોજન કરાયું છે.

આ દોડનું સ્થળ મહુવાસ થી ખરજઈ રોડ સુધી રાખવામાં આવ્યું છે. દોડવીરોને પોતાના સ્વખર્ચે સદર સ્થળે હાજર રહેવાનું રેહવાનું જણાવવામાં આવ્યું છે જ્યારે આ મીની દોડમાં પ્રથમ, દ્વિતીય, અને તૃતીય દોડવીરોને ઇનામોથી પ્રોત્સાહિત કરવામાં આવશે.