ડાંગ: ગતરોજ આહવા જિલ્લા કલેક્ટર કચેરી સ્ટાફ માટે ડિઝાસ્ટર મામલતદારશ્રી દ્વારા આકસ્મિક સંજોગોમા આગના બનાનો બને ત્યારે આગ પર કઇ રીતના કાબુ મેળવી શકાય તે અંગે તાલીમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લાના કલેક્ટર શ્રી મહેશ પટેલની સૂચના અનુસાર  સેવા સદન-આહવા ખાતે ડિઝાસ્ટર મામલતદારના માર્ગદર્શન હેઠળ તેમજ ડીસ્ટ્રીક પ્રોજેક્ટ ઓફિસરના અનુભવના આધારે ફાયર પર કાબુ મેળવવાની જાણકારી ધરાવતા ઇન્સ્ટ્રકટરને રૂબરૂ બોલાવી, કલેક્ટર કચેરીના સ્ટાફને આકસ્મિક સંજોગોમા આગ લાગે તો તેના પર કાબુ મેળવવા અંગેની તાલીમ પૂરી પાડવામા આવી હતી. આ તાલીમમા કલેકટર કચેરી ખાતે ફીટ કરવામાં આવેલ આગ ઓલવવા માટેની હાઇડ્રોલિક સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો, તેમજ ફાયર એક્સિટિગ્યુસર કેટલા પ્રકારના હોય છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપવામા આવી હતી.

ડિઝાસ્ટર મામલતદાર ચિંતન વૈષ્ણવ જણાવાયું કે સરકારી બિલ્ડીંગો તેમજ અન્ય બિલ્ડીંગોમા આગ પર કાબુ મેળવવા માટેની હાઇડ્રોલિક સિસ્ટમ ફીટ કરવામાં આવેલી હોય છે. પરંતુ ખરેખર જ્યારે આગ લાગવાનો પ્રસંગ બને છે, ત્યારે આ ટુલનો ઉપયોગ ન કરતા આવડતુ હોવાને કારણે હથિયાર હાથવગુ હોવા છતાં તેનો ઉપયોગ કરી શકાતો નથી. જેના કારણે સરકારી મશીનરી અને જાનમાલને મોટુ નુકસાન થવાની શક્યતાઓ રહેલી હોય છે. કલેકટર કચેરી, ડાંગની સંપૂર્ણ ટીમ દ્વારા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા આ પ્રકારની તાલીમ આપી અને એક નવો જિલ્લો ચિતરવામાં આવ્યો છે.