ખેરગામ: સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપી ફોસલાવી પત્નીની જેમ રાખતો પણ યુવતી થોડા સમય બાદ ન રહેતાં યુવાનના ઘરે ન રહેતાં યુવાને યુવતીના ઘરે જઈ હત્યા કરી નાખ્યાની ખેરગામ તાલુકામાંથી ઘટના સામે આવી છે.

Decision News ને મળેલી વિગતો મુજબ ખેરગામમાં પ્રેમમાં આંધળા બનેલો રસિક રમેશભાઈ પટેલ નામના પ્રેમીએ સગીરાને લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપાણા માંથી ભગાવી ગયો હતો. પોતાની પાસે સાત મહિના રાખી કિશોરી ફરીવાર પોતાના ઘરે આવી હતી અને યુવાન સાથે સંબંધ તોડી નાખ્યા જેથી ઉશ્કેરાયેલા રસિકે સગીરા ને ઘરે લાવવા પ્રયત્ન કર્યા પણ તેમાં સફળ ન થતાં 25 મી સપ્ટેમ્બરના રોજ કિશોરીને જાનથી મારી નાખવાના ઇરાદે કિશોરીની માતાને ઘાંસ લેવા બહાર મોકલી હતી કિશોરી જ્યારે રસોઈ બનાવી રહી હતી ત્યારે પાછળ આવી ધાતુના તાર વડે તેને ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી.

હત્યા કર્યા પછી યુવાન કિશોરીને ખાટલા પર સુવડાવી ચાદર ઓઢાડી ત્યાંથી ભાગી ગયો હતો. પરિવારે સગીરાની સ્થિતિ જોતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી પણ તેનું મૃત્યુ થઇ ચૂક્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને સગીરાના પિતાએ ખેરગામ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી જે અનુસાર ગણતરીના સમયમાં જ કેસને ઉકેલી નાખ્યો હતો છે.