વ્યારા: આદિવાસી લોકો શિક્ષિત બનતા જ ગ્રામ સભાનું મહત્વ સમજવા લાગ્યા છે ત્યારે વ્યારા તાલુકાના બોરખડી ગામમાં અમુક ગ્રામસભાઓ બોરખડી ગામના ગ્રામજનો ને જાણ કર્યા વિના થઈ ગઈ હોવાનું સામે આવતાં જ સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વ્યારાના બોરખડી ગામના વતની સુભાષભાઈ ચૌધરી દ્રારા 10/05/2023 ના રોજ RTI કરવામાં આવેલ હતી. આ RTI ની માહિતી ચકાસણી માટે બોરખડી ગામના તલાટી દ્રારા 02/06/2023 ના રોજ અરજદારને બોલાવવામાં આવ્યા હતા. અરજદાર દ્રારા આ માહિતી ચકાસણી દરમિયાન બોરખડી ગામના ગ્રામસભાનું રજીસ્ટરની ચકાસણી કરતા આ ગંભીર બાબત નજરમાં આવી હતી. ત્યારબાદ 5 જૂન 2023 ના રોજ થયેલ ગ્રામસભામાં જ્યારે ગ્રામજનો દ્રારા આ બાબતમાં પ્રશ્નો બોરખડી ગામના તલાટી અને સરપંચને પૂછવામાં આવ્યા તો કોઈ પણ યોગ્ય જવાબ ના મળ્યો.
આદિવાસીઓના ગામોમાં ગ્રામજનોને જાણ કર્યા વગર આ રીતે ગ્રામસભાઓ થઈ જતી હોય તો ગામ,ગ્રામજનો, ગામની સંપતિઓ અને આદિવાસીઓની સલામતી શુ તે બાબત માં સવાલો ઉભા થઈ રહ્યા છે. આ એક ખુબજ ગંભીર બાબત છે. આ બાબત માટે જવાબદાર કોણ તલાટી કે સરપંચ ?

