વાંસદા: ઘણા દિવસોથી વાંસદા તાલુકાના વિવિધ જંગલ વિસ્તારમાં દીપડાઓ દેખાવવાની ઘટના વિષે લોકો ચર્ચા કરી રહ્યા છે ત્યારે ગતરોજ વાંસદાના લાકડબારી ગામમાં રાત્રીના સમયે યુવાનોને દીપડો નજરે પડ્યો હોવાનું બહાર આવ્યું છે જેને લઈને ગામમાં ભયનો માહોલ સર્જાયો છે.

જુઓ વિડીઓ..

DECISION NEWS ને મળેલી જાણકારી મુજબ વાંસદા તાલુકાના લાકડબારી ગામના યુવાનોને રાત્રીના સમયે ગામમાં દીપડો નજરે પડયો હતો જે વાત ગામમાં વાયુવેગે પ્રસરતા ગામના આગેવાનોએ વનવિભાગ ને જાણ કરી હતી. વન વિભાગની ટીમે જાણ થતા જ તે એકસનમાં આવી દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું હતું. જેમાં શનિવારની સાંજે દીપડો મરઘીનો શિકાર કરવા જતા પાંજરે પુરાયો હતો.

વનવિભાગ દ્વારા ગોઠવેલા પાંજરા દીપડો પુરાયો હોવાની ગ્રામજનોને જાણ થતા ગ્રામજનોએ હાશકારો લીધો હતો અને પુરાયેલા દીપડાને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અને વનવિભાગએ દીપડાનો કબજો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.