ડાંગ: ગતરોજ ડાંગના કોશિમદા ગામેથી પરણિત 29 વર્ષની યુવતીને વધુ પગાર આપવાના લાલચે આપી સુરત અર્થે બહેલાવીને એક પરપ્રાંતીય દ્વારા લઈ જઈ કેફી દ્રવ્ય પીવડાવી એમના સાથે બળજબરી કરી દુષ્કર્મ કર્યાનો કિસ્સો બહાર આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ પીડિત પરિવારે ડાંગ જિલ્લા આદિવાસી અસ્તિત્વ બચાવો સંઘર્ષ સમિતિના આગેવાન તુષાર કામડીને જાણ કરતા, તેઓએ સુરત આદિવાસી સમાજના આગેવાન સાથે આ બાબતે ચર્ચા કરતા એવું જાણવા મળ્યું હતું કે ડાંગના મુરુમબારીના વતની સરિતાબેન મારફતે કડોદરા ખાતે ભાવેશભાઈ કે જેઓ શો રૂમ ચલાવે જેમને આ બેનને 30000 રૂપિયાની પગાર આપવાની લાલચે સુરતના કડોદરા અર્થે મોકલી હતી પણ ત્યાંથી ભાવેશ નામ ઈસમે શંકરલાલ ધનો પાસે મોકલી અને તેમણે આદિવાસી યુવતીને માદક દ્રવ્ય પીવડાવી રાજસ્થાન ખાતે લઇ ગયા તેવું પીડિત યુવતી દ્વારા માહિતી પ્રાપ્ત થઈ હતી.
તપાસ કરતા એ પણ જણાયું કે આ ત્રણ વ્યક્તિ જેઓએ ડાંગમાંથી ઘણી છોકરીઓને પૈસાની લાલચમાં ભોગ બનાવ્યા હોય શકે જેનું મોટું રેકેટ બહાર આવવાની શક્યતા છે. આદીવાસી સમાજના યુવા આગેવાન તુષાર કામડી દ્વારા શો રૂમ માલિકનો સંપર્ક કરતા આ એજન્ટોનો ભાંડો ફૂટતા તેઓ એ તાત્કાલિક પીડિતાને વાંસદા ખાતે મૂકી ફરાર થઈ ગયા હતા. ત્યાર પછી પોલીસ સ્ટેશન ખાતે લાવતા પૂછપરછ કરી પ તે ગભરાયેલી અવસ્થામાં હોવાના લીધે બોલી શકી ન હતી પરંતુ આ ખુબજ ગંભીર બાબત છે.
આદિવાસી બહુલ વિસ્તારમાં પરપ્રાંતીય ઘુસપેટના કારણે આદિવાસી સમાજની ગ્રામિણ મહિલાઓ સુરક્ષિત નથી. અને આવનાર સમય આ આદિવાસી વિસ્તાર પરપ્રાંતીયનો પ્રવેશ પર બંધીશ માટે આદિવાસી બચાવો અસ્તિત્વ સમિતિના આગેવાન તુષાર કામડીએ આવા ફેરિયાઓને બહારનો રસ્તો બતાડવાની ચીમકી ઉચ્ચારી છે.

