રાજપીપળા: આદિવાસી વિસ્તારોમાં એક તરફ સરકાર અને એસટી નિગમ દાવા કરે છે કે, આદિવાસી વિસ્તારોમાં નવી બસો મૂકવામાં આવી છે, જેથી બસમાં મુસાફરી કરતા લોકોને મુશ્કેલી ન પડે પરંતુ જમીની હકીકત કંઇક અલગ જ જોવા મળી રહી છે. રાજપીપળા થી સેલંબા વચ્ચે દોડતી બસની GJ-18-Z-3490 બસમાં મુસાફરોને બેસવાની સિટ તૂટેલી હોવાથી, શાળા, કોલેજ, કામ ધંધે અને જિલ્લા મથકે કચેરીઓ માં કામ અર્થે જતા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

જુઓ વિડીયો..

એસટી આમરી, સલામત સવારી’ સરકારી બસના આ સૂત્રનો છેદ ઉડાડતી રાજપીપળા થી સેલંબા બસમાં જોવા મળ્યું. જેનો વિડિયો બનાવી પોતાને મુસાફરીમાં પડતી તકલીફો ને એસટી નિગમ અને વહીવટી તંત્ર સુધી પહોચાડવા માટે મુસાફરે સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કર્યો છે.

એસ.ટી નિગમ માત્ર કમ્મરતોડ ભાવ વધારો ઝીંકી દે છે. પરંતુ મુસાફરોની સુવિધામાં કોઇ વધારો કરાતો નથી. સુવિધા તો ઠીક મુસાફરોની દુવિધા પણ એસટી નિગમની નજરે પડતી નથી ! નિગમની ખખડધજ બસની ઘણી બધી સિટ તૂટેલી હોવાથી ઊભા ઊભા મુસાફરી કરવી પડતી હોઈ છે. બસમાં માત્ર સામાન્ય માણસો વધુ મુસાફરી કરે એટલે એસટી નિગમને બસોનું મેન્ટેનન્સ કરવામાં રસ જ નથી તેવી લાગી રહ્યુ છે. આવી અનેક બસો છે જે સ્થિતિ આવી છે. હવે જોવાનું એ રહ્યું એસટી નિગમ બસોનું મેન્ટેનન્સ કરશે કે નહિ!