સાગબારા: ગતરોજ સાગબારા તાલુકાના આંગણવાડી કેન્દ્ર ઉભરીયા 01માં સૂપોષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સગર્ભા બહેનોને તેમજ બાળકોની માતા પણ હાજરી આપી આંગણવાડીના વર્કર તેમને આરોગ્ય વિષયકનું શિક્ષણ આપવામાં આવ્યું
Decision News ને મળેલી માહિતી મુજબ સાગબારા તાલુકાના આંગણવાડી કેન્દ્ર ઉભરીયામાં યોજાયેલા કાર્યક્રમ તબક્કે શિક્ષક દિવસ હોવાથી શિક્ષક દિવસ ઉજવણી પણ કરવામાં આવી જેમાં આંગણવાડીના બાળકોને માટે મેહદી સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું અને બાળકોએ જાતે હાથનાં ચિત્રોમાં મહેંદીની ડીઝાઇન દોરી છે.અને આરોગ્ય વિષયક વાતો પણ કરાઈ હતી.
આ સમગ્ર કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્ર ઉભારીયા 01 ના આંગણવાડી વર્કર પ્રભાવતીબેન મનોજભાઇ વસાવા દ્રારા બાળકોને પ્રોત્સાહીત કરીને અભિનંદન પાઠવવામાં આવ્યું. અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફે ખુબ જ મહેનત કરી હતી.

