તાપી: નાગરિકો અને પોલીસ વિભાગ વચ્ચે સુમેળભર્યા સંબંધ જળવાઇ રહે તથા પોલીસ જાહેરજનતની મિત્ર તરીકે નાગરિકોની સેવામાં તત્પર રહે તેવા સુવિચાર ધારા સાથે અવનવી પ્રવૃતિઓ તાપી જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં હાથ ધરવામાં આવે છે.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ રક્ષાબંધન નિમિત્તે એકલવાયુ અને નિરસ જીવન જીવતા સીનીયર સીટીઝનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી તેઓના જીવનમાં અનેરો ઉત્સાહ આવે તથા પોલીસ કર્મીઓ પણ પણ આ સીનીયર સીટીઝનોની સાથે રક્ષાબંધનની ઉજવણી કરવાથી અનેરો આત્મસંતોષ થાય તેવા શુભ આશય સાથે રક્ષાબંધનના પાવન દિવસે તાપી જિલ્લા પોલીસ વિભાગ અને તથા SHE TEAM દ્વારા સીનીયર સીટીઝનોને રાખડી બાંધી આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણીમાં કુલ PSI-RASI- ૨ HC-૧ PC-૨૫ જોડાયા હતા. જેમાં પોલીસ કર્મચારીઓ દ્વારા વ્યારા મહીલા પો.સ્ટે ના પોલીસ કર્મચારીઓ દ્વારા વાલોડ ટાઉન વિસ્તારમાં ડોલવણ નાંકી ફળીયુ, ડોલવણ ઢોડિયાવાડ,વાંકલા, ગાંગપુર, વાલોડ ટાઉન, વ્યારા ટાઉન પો.સ્ટે વિસ્તારમાં ઉકાઇ, ભીમપુરા, પાયરડા કોલોની, ક્વાટર્સ, સોનગઢ ટાઉન, દેવજીપુરા,કાકરાપાર, ઉંચામાળા, કાળાવ્યારા, નિઝર ટાઉન, અને  વેલ્દા ખાતે સિનીયર સીટીઝનો એકલવાયુ અને નિરસતા ભર્યુ જીવન જીવતા હોય તેવા તમામ સીનીયર સીટીઝનોના ઘરોની મુલાકાત લઇ તેઓને રાખડી બાંધવામાં આવી અને જેવી રીતે બહેન એક ભાઈને રાખડી બાંધે છે ત્યારે ભાઈ બહેનને તેની રક્ષાનું વચન આપે છે તેવી જ રીતે પોલીસ કર્મચારીઓ દ્વારા સીનીયર સીટીઝનોને રાખડી બાંધી તેઓની સુરક્ષાનુ વચન આપવામાં આવ્યું હતું. રાખડી બાંધી મિઠાઇ ખવડાવતા પોલીસ કર્મીઓને જિલ્લાના સિનીયર સીટીઝનો દ્વારા મનભરીને આશિર્વાદ આપવામાં આવ્યા હતા જેનાથી પોલીસ કર્મીઓ અને સિનીયર સીટીઝનો બન્ને આનંદની લાગણી અનુભવી હતી.

આ પ્રસંગે  મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ૪૨ સિનિયર સીટીઝન, કાકરાપાર પોલીસ દ્વારા ૦૫, વ્યારા પોલીસ-૧૬, સોનગઢ પોલીસ-૧૭, ઉકાઇ પોલીસ-૨૦, ડોલવણ પોલીસ-૧૮, વાલોડ પોલીસ-૧૮, ઉચ્છલ પોલીસ-૧૩ અને નિઝર પોલીસ દ્વારા ૧૨ સિનિયર સીટીઝનો મળી જિલ્લામાં કુલ-૧૬૧ સિનિયર સીટીઝનોને રાખડી બાંધી ઉત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.