ખેરગામ: શ્રી કૃષ્ણના મુગટમાં મોરનું પીંછું, કાર્તિકેયનું વાહન કે સરસ્વતી માતા પણ મોરનું પીંછું ધારણ કરતી હો છે આમ મોરનું સ્થાન હિન્દૂ ધર્મમાં પણ ખુબ મહત્વનું ગણાય છે. અને આપણું રાષ્ટ્રીય પક્ષી પણ મોર છે ત્યારે ખેરગામના નાંધાઈ ગામમાં તે ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો.

Decision News ને મળેલી જાણકારી મુજબ ખેરગામમાં નાંધાઈ ગામના લુહાર ફળીયા નજીક રાષ્ટ્રીય પક્ષી મોર ઘાયલ થયેલ છે એવો સંદેશો ગામના યુવાનો પ્રદીપભાઈ, મુન્નાભાઈ, દેવુભાઈ વગેરે દ્વારા સામાજિક કાર્યકર મુકેશભાઈ આર્મી તથા જયેશભાઈને મળતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રાષ્ટ્રીય પક્ષી મોરને રેસ્ક્યુ કર્યું હતું.

રેસ્ક્યુ કર્યા બાદ મુકેશભાઈ તથા જયેશભાઈએ વનવિભાગ ચીખલીને જાણ કરી અને વનવિભાગના કર્મચારીઓ ઝડપથી  ઘટના સ્થળે આવતા એમને રાષ્ટ્રીય પક્ષી મોરની વધુ સારવાર માટે સોંપવામાં આવ્યું હતું,