મહુવા: આજરોજ 06:55 વાગ્યાની આસપાસ સવારના સમયે ઘોડમાલ થી નવસારી જતી અને બીલીમોરા જતી વ્યારા જતી એસ. ટી બસનું સામ- સામે અકસ્માત થયાની ઘટનાના સમાચાર મળ્યા છે. જેમાં મુસાફરોને સામાન્ય ઈજાઓ થયા હોવાનું જાણવા મળ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ભીનાર થી અનાવલ જતા રસ્તા પર આવેલા આંગલ ધરા ગામમાં મિલનભાઈના કોલા પાસે 06:55  વાગ્યાની આસપાસ સવારના સમયે ઘોડમાલ થી નવસારી જતી અને બીલીમોરા થી વ્યારા જતી એસ. ટી બસનું સામ- સામે અકસ્માત થયો હતો. આ ઘટની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળ પર આવી ગયા હતા અને ઘાયલ મુસાફરોને સારવાર મળે એ અર્થે 108 બોલાવી મુસાફરોને સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા.

આ ઘટનામાં ડ્રાઇવર અને કંડકટરની હાલત શું છે એ અંગે કોઈ જાણકારી હજુ મળી નથી પણ બસ અકસ્માતના ફોટોગ્રાફ્સ જોતા લાગે છે કે તેમની હાલત ગંભીર હશે. બંને બસોને ઘણું નુકશાન થયું છે. રાહતની વાત એ બની કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થયાની ખબર હજુ આવી નથી.

Bookmark Now (0)