ઉમરપાડા: છેલ્લા ત્રણ વર્ષથી ઉમરપાડા તાલુકાની સબ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા બિપિનભાઈ ચૌધરીની બદલી થતાં તેમનો કર્મચારીઓ દ્વારા તેમની માહિતીપ્રદ સમાજ નિર્માણની કામગીરીની યાદમાં વિદાય સમારંભ યોજાયો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ બિપિનભાઈ ચૌધરી છેલ્લા ત્રણ વર્ષથી પોસ્ટમાં આવેલી સરકારની વિવિધ યોજનાઓ સુકન્યા સમૃદ્ધિ યોજના, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, તેમજ પોસ્ટ વિભાગની વિવિધ સ્કીમોને લોકો સુધી પહોંચાડવાની પ્રશંસનીય કામગીરી કરી હતી આ કામગીરીને સ્થાનિકોએ બિરદાવી અભિનંદન આપ્યા હતા, જ્યારે તેમના સ્થાને નવા પોસ્ટ માસ્તર તરીકે આવેલા નિતિનભાઈ વસાવા નું સ્વાગત કરાયું હતું.
બિપિનભાઈની વિદાય અને નિતિનભાઈના સ્વાગતના આ કાર્યક્રમનું સંચાલન ઉમરપાડા તાલુકાની 12 બ્રાન્ચ ઓફિસના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

