કપરાડા: આજરોજ જિલ્લા મહિલા અનેે બાળ અધિકારીશ્રી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ વલસાડ કાર્યરત ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન DHEW અને કપરાડા વિનયન અને વાણિજય કોલેજ દ્વારા કપરાડા તાલુકામાં દીક્ષલ ગામમાં ગ્રામ પંચાયત ખાતે ” પંચ પ્રકલ્પની નશાબંધી તેમજ કુરિવાજ નીવારણ, દહેજ પ્રથા, તેમજ ભ્રુણ હત્યા નિવારણ”” સંદર્ભે સેમીનારનું આયોજન કરાયું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ આ સેમીનારમાં કોલેજના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો આવ્યા હતા. આ કાર્યક્રમમાં કપરાડા કોલેજના પ્રોફેસર શ્રી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ પ્રોફેસર શ્રી દીપકભાઈ પટેલ દ્વારા નશા બંધી તેમજ કુરિવાજો વિશે વિસ્તૃત જાણકારી આપી અને બાદ DHEW ના કર્મચારી દ્વારા દહેજ પ્રથા તેમજ ભ્રુણ હત્યા નિવારણ બાબતે વિસ્તૃત જાણકારી આપી, સાથે જ મહિલા લક્ષી યોજનાઓ જેમ કે વ્હાલી દીકરી, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન યોજના, બેટી બચાવો બેટી પઢાવો, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર અભયમમહિલા હેલ્પલાઈન 181 વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

આ પ્રસંગે સેમીનારમાં દીક્ષલ ગામના સરપંચશ્રી સંગીતાબેન મોહનભાઈ, ડેપ્યુટી સરપંચશ્રી, રતનભાઈ રામુભાઇ ગાંગોડા,ગામના સામાજીક કાર્યકર્તા અવિનાશભાઈ મનુભાઇ ભોયા, માહદુભાઈ રાવજીભાઈ, કુંડલભાઈ સિત્યાભાઈ લાંગે વગેરે એમ કુલ 50 લોકો ઉપસ્થિતિ રહ્યા હતાં.