વાંસદા: અગાઉ વાંસદા તાલુકાના કણધા ગામના વર્ષ-2011 પછીના સરદાર આવાસ યોજના મોટા ભાગના કામો અધુરા જોવા મળે છે. આ સરદાર આવાસ યોજનાના 233 જેટલા મકાનો બનાવાની ગ્રાન્ટ ફાળવાઈ જતાં 2011થી અત્યાર સુધી મકાનો બનાવી આપવામાં આવ્યા નથી.

Decision News સાથે વાત કરતાં કણધા ગામના લાભાર્થી હર્ષદભાઈ ભીસ્તુભાઈ કોંબએ આ બાબતને લઈને ગામના તલાટી ક્રમમંત્રી શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી વાંસદા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવસારી પાસે તા.26-06-2023 તેમજ અન્ય માહિતી અધિકારી અધિનિયમ-2005 ની અરજીથી માહિતી માગવામાં આવેલ પરતું આજદિન સુધી માહિતી આપવામાં આવેલ નથી. આ સતાધારીઓ અને તેમના માણશો દ્વારા લોકોના સરદાર આવાસ યોજનાના મકાનો અને શૌચાલય બનાવાવના બદલે તેઓના પોતાના પાકા ધાબાવાળા ઘરો ઉકત રકમથી બનાવેલ છે. આમ “સરદાર આવાસ” યોજના મકાનો તેમજ “શૌચાલયો” તેમજ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી. આ તમામ અધિકારો રાજકીય દબાણમાં આવી માહિતી છુપાવે છે.

તેઓ વધુમાં જણાવે છે કે કણધા ગામમાં ધણા બધા શૌચાલયો બાકી હોવા છતાં 100% શૌચાલય મુકત ગામનું પરિણામ કઈ રીતે આપવામાં આવ્યું. તે શરમની વાત છે, કણધા ગામના મોટે ભાગના ઘરોમાં ગુજરાત સરકારે શૌચાલયોના બાંધકામ માટે ગ્રાન્ટ ફાળવેલ હોવા છતાં પણ શૌચાલય નથી તો ગ્રાન્ટ ગઈ કયા, વર્ષ ૨૦૧૧ અને તેના પછીના સરપંચ, તલાટી અને ગામના સભ્યોને નિવેદન લેવા કે આ આવાસ યોજના અને શૌચાલયના મકાનો કેમ અધૂરા છે.

આ ઉપરાંત કણધા ગામના બારી ફળિયામાં સ્વ. દેવલુભાઈ બુધુભાઈ કોંબના સરદાર આવાસ યોજનાનું મકાન તત્કાલીન અને હાલ ના સરપંચ શ્રી ધર્મુભાઈ રંગુભાઈ ગાંવિત દ્વારા બનાવવાની જવાબદારી લઈ ગરીબ લાભાર્થીઓ પાસેથી રુપિયા ૨૦૦૦૦/- લઈ લીધા અને ત્યાર બાદ રુપિયા ૪૦૦૦/- તે સમયે ઈંટો નાખી આપેલ. પછી આજદિન સુધી ધર અધૂરું રાખેલ છે. જેના કારણે આ સાથે સામેલ રેશનકાર્ડ માં નામ ધરાવનાર સ્વ. દેવલુભાઈ બુધુભાઈ કોંબના કુટુંબની ૪ મહિલાઓને શૌચાલય અર્થે બહાર ખુલ્લાંમાં જવું પડે છે જે વાત સરમજનક વાત છે. સરદાર આવાસ યોજના તો નેયજ બનાવ્યું પણ શૌચાલયો પણ ન બનાવી આપવામાં આવ્યું હતું. આવા તો આ ગામમાં આસાથે સામેલ યાદી મુજબ તથા અન્ય કેટલાક પરિવારો છે જેમાં ઘરે શૌચાલયની પ્રાથમિક સુવિધાઓ નથી ની માહિતી Decision News ને મળી છે.