ધરમપુર: ગતરોજ ધરમપુરના જંગલ વિસ્તારમાં આવેલા પંગારબારી ગામના એક 25 વર્ષના યુવાને વલસાડમાં આવેલા હાલર તળાવના ગાર્ડનમાં એક ઝાડ સાથે નાયલોનની દોરી બાંધી અજાણ્યા કારણોસર ગળેફાંસો ખાધાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુરના પંગારબારી ગામનો જીતુ પાડવી નામનો 25 વર્ષ યુવાન વલસાડ ખાતે કોઇ કામકાજ માટે ગયો હતો. તે સમયે કોઈ અજાણ્યા વલસાડના હાલર તળાવના ગાર્ડનામાં આવેલા ભોલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં એક ઝાડ ઉપર નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું.
આ આપઘાતની પાછળના સત્યને શોધવા માટે પોલીસે હાલમાં તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે. તાજા જાણકારી મુજબ આ સંદર્ભે પોલીસેને હાથે કઈ લાગ્યું નથી.

