ખાનવેલ: ખાનવેલ મરાઠી મીડિયમ સ્કુલ ધોરણ 12 માં અભ્યાસ કરતી 18 વર્ષની સુવર્ણા શંકર કુરકુટીયા નામની આદિવાસી વિદ્યાર્થીનીએ કવિતા ટીચરે થપ્પડ મારતા માઠું લાગી આવતાં ગુરુવારે હોસ્ટેલમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાની ઘટના સામે આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ કરચોન દુધનીની રહેવાસી અને ખાનવેલ મરાઠી મીડિયમ સ્કુલ ધોરણ 12 માં અભ્યાસ કરતી 18 વર્ષની સુવર્ણા શંકર કુરકુટીયા બુધવારના રોજ બપોરે શાળામાં ધ્વજવંદન ના કાર્યક્રમ બાદ શાળા પરિસરમાં વૉલીબૉલ લઇ રમી રહી હતી તે સમયે કવિતા નામની ટીચરે એને થપ્પડ મારી હતી જેને લઈને તે ગભરાઈને હોસ્ટેલમાં આવી ગઈ અને બપોરે હોસ્ટેલ મેનેજમેન્ટ પાસે ઘરે જવાની રજા માંગી હતી અને રિક્ષામાં નીકળી રસ્તામાંથી દોરી વેચાતી લઈને દૂધની તરફ ગોરતપાડાના જંગલ વિસ્તારમાં જઈ જંગલમાં ઝાડ સાથે દોરી બાંધી ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ બીજા દિવસે સવારે જ્યારે ગ્રામજનોએ સુવર્ણા ઝાડની ડાળી પર લટકેલી જોઇને થઇ અતિ અને ગ્રામજનોએ સરપંચને જણાવ્યું હતું. પછી સરપંચે પોલીસને પણ જાણ કરી અને પોલીસે ઘટના સ્થળા પર પોહચી લાશનો કબજો લીધો અને ખાનવેલ સબ જિલ્લા હોસ્પિટલમાં PM માટે ખસેડવામાં આવી હતી.

ઘટનાથી અંત્યત દુઃખી થયેલી માતાએ દીકરીના આત્મહત્યા માટે જવાબદાર શિક્ષિકા સામે કાર્યવાહી ન કરાય ત્યાં સુધી PM ન કરવા દેવાની જીદ પકડી હતી. ત્યાર બાદ મામલતદાર અને પોલીસની ટીમે પરિવારને સમજાવવાનો પ્રયાસ કરાયો પણ પરિવારના સભ્યો અને ગ્રામજનો ન માન્યા તે ન જ માન્યા.. હાલમાં ઘટનાને લઈને સમગ્ર આદિવાસી સમાજમાં ખુબ જ આક્રોશ દેખાય રહ્યો છે.

Bookmark Now (0)