ગુજરાત: વર્તમાન સમયમાં એવું હતું કે સામાન્ય રીતે કિસ્સાઓમાં ઘણીવાર જાતિ અને ધર્મ લગ્નમાં સૌથી મોટો અવરોધ બનતાં માતા-પિતા લગ્ન માટે રાજી ન થતા પ્રેમી પંખીડા મંદિર કે કોર્ટમાં જઈને લગ્ન કરી લેતા હતા. હવે ગુજરાત સરકાર તેની સામે કાયદો લાવવાનું વિચારી રહી છે.
ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે, રાજ્ય સરકાર એ વાતનો અભ્યાસ કરી રહી છે કે શું બંધારણીય રીતે એવી વ્યવસ્થા ઊભી કરવી શક્ય છે કે જેમાં પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાત હોય. ગુજરાતના પાટીદાર સમુદાયના કેટલાક વર્ગોએ પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવાની માગણી કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકાર તરફથી આ નિવેદન આવ્યું છે.
આ પહેલા પણ 2021માં ગુજરાત સરકારે રાજ્યના ધર્મ સ્વતંત્રતા કાયદામાં ફેરફાર કર્યા હતા, કે લગ્ન દ્વારા બળજબરીથી અને કપટથી ધર્માંતરણ કરનારને સજા આપવામાં આવશે. આવા કિસ્સાઓમાં લગ્ન કરનાર છોકરો અને છોકરી પુખ્ત હોય તો પણ સરકાર હસ્તક્ષેપ કરી શકે છે. જોકે, આ કાયદામાં માતા-પિતાની સંમતિ અંગે કોઈ ચોક્કસ જોગવાઈ નથી.