કપરાડા: વલસાડમાં ધોધમાર વરસાદની સિઝન ચાલી રાહી છે ત્યારે કપરાડા તાલુકાના સિલ્ધા ગામે કરજપાડામા આવેલ માવલી ધોધ અને ભિલી ધોધ આવેલ છે જે ચોમાસા દરમિયાન જોવા લાયક રહે છે કુદરતી રીતે પહાડી વિસ્તારમાં અનેક જગ્યાએ ધોધ જોવા મળે છે.
જુઓ વિડીયો..
Decision News ને મળેલી જાણકારી મુજબ કપરાડાના ડુંગરાળ વિસ્તારમાં ઝરણાઓ સોળે કળાએ ખીલેલાં જોવા મળે છે. આ કુદરતી નજારો જોઈને મન રોમાંચિત થઇ જાય છે. અમે લાગે કે ધરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય,આ આખો પહાડી વિસ્તાર લીલોછમ જોવા મળે છે. કપરાડાના અનેક ગામોમાં વહેતી નાની નાની નદીઓમાં ઝરણાઓ વહેતા દેખાય છે કેટલીક જગ્યાએ ધોધ પણ આવેલા છે ગામ લોકોને કહેવા પ્રમાણે અમુક ધોધ ઐતિહાસિક છે
કપરાડા થી 20 કિલોમીટર દૂર સિલ્ધા ગામના કરજપાડા ફળિયામાં બે ઐતિહાસિક ધોધ આવેલા છે દિવાળીના સમયે ગામના લોકો સાત દિવસ મઠમાં બેસીને રીત રીવાજ પ્રમાણે પૂજા પાઠ કરવામાં આવે છે સાત દિવસ બાદ માવલી ધોધ પાસે જઈને ત્યાં આવેલ દેવોની પૂજા કરે છે. ધોધ પાસે સ્નાન કરે છે ત્યાં સ્નાન કર્યા બાદ પહાડી પર ચાલતા ચાલતા જઈ જ્યાં પહાડી ઉપર એક ભીલી ધોધ આવેલ છે ત્યાં દેવી દેવતાઓના પૂજાપાઠ કરે છે અને પૂજા કર્યા પછી ત્યા ભીલી ધોધ આવેલ છે ત્યાં આગળ સ્નાન કરીને ગ્રામજનો પોતપોતાના ઘરે જાય છે અને જે દિવાળીને સમયે ચોમાસાના ખેતીમાં વાવેલ જે નવો પાકથી બનાવેલ ભોજન બનાવે છે એ ભોજન દેવોને ચડાવી ત્યાર પછી ગ્રામજનો નવા પાકમાંથી બનાવેલ ભોજન ખાય છે. આ કપરાડાના પહાડી વિસ્તારની આ પરંપરા આવેલી છે. સરકાર દ્વારા આ ધોધને પર્યટન સ્થળ તરીકે વિકસાવે તો અહી આવનારા પ્રવાસીઓ અને સહેલાણીઓના કારણે સ્થાનિક લોકોને રોજગારી મળશે.

