ડેડીયાપાડા: વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે નર્મદા જિલ્લામાં ઘુસાડાતો હોવાની બાતમી મળતાં ડેડીયાપાડા પોલીસે મોડી રાત્રિના એક અર્ટીકામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા દાના વેપલા સાથે સંકળાયેલા બુટલેગરોમાં ભારે ફાફડાટ ફેલાયો છે.

સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી મુજબ વહેલી સવારના 3:30 વાગ્યે ડેડીયાપાડાના બયડી ગામથી મગરદેવ  તરફ જવાના માર્ગે ડેડીયાપાડા પોલીસને બાતમી મળી હતી કે એક આર્ટીકા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાઈ થઇ રહ્યો છે ત્યારે પોલીસે વોચ ગોઠવી 3:30 વાગ્યા આવેલી કારને ઉભી રાખી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂના પ્લાસટિકના કોટરીયા મળી આવ્યા હતા. પોલીસે કાર સવાર બે યુવકોને ઝડપી પાડ્યા હતા જેમાં ડેડીયાપાડા તાલુકાના ભાજપના યુવા મોરચાના મહામંત્રી અજય ચેતર વસાવા અને સંતોષ હરીલાલ વસાવા હતા. પોલીસને 2400 નંગ પ્લાસ્ટિકના કવાટરીયા, 90,000 ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન, અને રૂ. પાંચ લાખની કિંમતની અરટીકા કાર મળી કુલ રૂ. 8.70 લાખનો મુદ્દા માલ મળ્યો છે.  હાલમાં પોલીસે એમની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે કુલ મળીને 8.70 લાખનો મુદ્દા માલ જપ્ત કરતા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનની દારૂની હેરાફેરીમાં સંડોવણી બહાર આવતા સમગ્ર વિસ્તારમાં આ કિસ્સો વિષય બન્યો હતો. આ બાબતે આવનારા સમયમાં વહીવટીતંત્ર શું પગલા ભારે છે એ જોવું રહ્યું.