વ્યારા: આજરોજ વ્યારા નગરપાલિકા ખાતે એક અવાજ – એક મોર્ચા અધ્યક્ષ રોમેલ સુતરિયા , શંકર ફળિયાના રહીશો સાથે અખિલભાઈ ચૌધરી , એડવોકેટ જીમી પટેલ , એડવોકેટ નિતિન પ્રધાન પહોંચ્યા હતા. શંકર ફળિયાના ૨૨ જુન ના રોજ થયેલ ડિમોલેશન બાદ વ્યારા નગરપાલિકા દ્વારા સરકારી ખર્ચે તૈયાર કરવામાં આવેલ મુખ્ય ડામરના રોડ ઉપર પતરા તેમજ માટીના ઢગલા કરી રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ કરી સ્થાનિક રહીશો ને અવરજવર માટે નો રસ્તો બંધ કરી નાગરિકો ના પાયાના મૌલિક અધિકારો, ભારતીય બંધારણ મુજબ તેમજ યુનિવર્સલ ડિક્લેરેશન મુજબના માનવ અધિકારો નું હનન કરવામાં આવી રહ્યું છે તેમ એક આવાજ – એક મોર્ચા નું માનવું છે.
સમગ્ર બાબતે અવારનવાર તાપી જીલ્લા કલેકટર ને લેખિત , મૌખિક રજૂઆતો કરવા છતાં નિરાકરણ નહીં આવતા આજરોજ તાપી જીલ્લા ના વિદ્વાન વકીલ શ્રી એડવોકેટ નિતિન પ્રધાન મારફતે શંકર ફળિયાના રહીશો દ્વારા મુખ્ય રસ્તા ઉપર નું દબાણ દુર કરવા માટે કાયદેસરની નોટિસ પાઠવી છે.રુબરુ નોટિસ પાઠવવા પહોંચેલા આગેવાનો તેમજ ચીફ ઓફિસર વચ્ચે ઘરવિહોણા પરિવારોને ન્યાય થી માંડી નગરપાલિકા દ્વારા પોલીસ વિભાગ ને ફાળવાયેલી જગ્યાએ શૌચાલય , બ્લોક લગાવી સરકાર ના કરોડો રૂપિયાનું નુકસાન કરવા બાબતે રસપ્રદ ચર્ચાઓ થઈ હતી સાથે જ ૨૦૧૯ પછી આવા કામો શંકર ફળિયામાં મંજૂર કરનારા અધિકારીઓ , પ્રતિનિધિ ઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઉપરાંત જવાબદારો પાસેથી નાણાંની ભરપાઇ સરકારી તિજોરીમા કરવા રોમેલ સુતરિયા દ્વારા કાર્યવાહી કરવા સુચન કરવામાં આવ્યું હતું.કારણ લાખો રૂપિયા ના ખર્ચે તૈયાર કરવામાં આવેલ જાહેર શૌચાલય પણ ડિમોલેશ દરમિયાન નગરપાલિકા ને જાણ કર્યા સિવાય તોડવામાં આવેલ છે.
આમ શંકર ફળિયાના રહીશો દ્વારા નોટિસ આપતા નગરપાલિકા તેમજ પોલીસ તંત્ર ડિમોલેશન બાદ પ્રથમ વખત હરકત માં આવ્યું હોય તેમ રુબરુ મુલાકાત માટે અધિકારીઓ પહોંચ્યા હતા. ચીફ ઓફિસર સાથેની વાતચીત દરમિયાન તેઓએ આશ્વાસન આપ્યું હતું કે પોલીસ માટે ફાળવાયેલી જમીન હોય પોલીસે રસ્તા બંધ કરેલ છે જે બાબતે તેઓ પોલીસ અધિક્ષક સાથે વાતચીત કરી વધુ કાર્યવાહી કરશે.તેમજ બીજી તરફ નો રસ્તો તત્કાલ બનાવી આપવા બાબત કાર્યવાહી કરવામાં આવશે.હવે જોવાનું તે રહે છે કે જાહેર રસ્તા ઉપર દબાણ બાબતે પઠવાયેલ કાયદેસરની નોટિસ સંદર્ભે કાર્યવાહી કરવામાં આવશે કે સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટે સુધી પહોંચશે. ગુજરાત હાઈકોર્ટ સુધી આ બાબત પહોંચે તો ચોક્કસ સામાન્ય અધિકારીઓ નો ભોગ રાજકીય લોકો ચઢાવશે તેવી ચર્ચા એ તાપી જીલ્લામાં જોર પકડ્યું છે.