નાંદોદ: નાંદોદ તાલુકાના ધમણાચા ગામની નદીમાં નાહવા પડેલા યુવાનને ઊંડા પાણીમાં મગર ખેંચી જતા મોત થયાની વાત વાયુવેગે પ્રસરી ગઈ છે. ઘટનાની જાણ થતા જ પરીવારમાં તેમજ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું હતું  થયું હતું.

Decision News ને સ્થાનિક સુત્રો પાસેથી મળેલી વિગતો મુજબ નાંદોદના ધમણાચા ગામના મહેન્દ્રભાઇ કોયજીભાઇ વસાવા બપોરના સમયે તેમના ઢોરો ચરાવવા ગયો હતો. તે સમયે જુની સ્મશાન પાસે કરજણ નદીના કિનારે નાહવા પડતા નદીના પાણીમાં રહેલો મગર તેને ઉંડા પાણીમાં ખેંચી લઇ ગયો હતો અને તેનું મારણ કર્યું હતું. સમય વિતતા ઢોર ચરીને ઘરે પાછા ફર્યા પણ મહેન્દ્રની ભાળ ન મળતા પરિવારે શોધખોળ કરી ત્યારે તેની લાશ કરજણ નદી કિનારે બીજા દિવસે મળી હતી.

મગર દ્વારા શરીરે ગંભીર ઈજાઓ પહોચાડી હોવાથી તેનું મૃત્યુ થયું હોવાનું તેની લાશ જોતા જણાય આવે છે આ ઘટનાએ લઈને આમલેથા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે એમ જાણવા મળ્યું છે. પરિવારે મહેન્દ્રભાઈની લાશના સ્વીકારી અંતિમ વિધિ કરી છે.