ખેરગામ: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની લોકચર્ચામાં રહેલા લવજેહાદ કેસમાં પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરતા અસીમ શેખના રિમાન્ડ પુરા થતાં કોર્ટ કસ્ટડીમાં મોકલાયો અને આ કેસમાં જ વધુ એક આરોપીની અટક કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ખેરગામમાં રહેતી યુવતીને સગીરા હતી ત્યારથી જ ખેરગામ પંથકના બુટલેગર અસીમ શેખ અવારનવાર પરેશાન કરી સતત પાંચ વર્ષ સુધી દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો એક્ટ હેઠળ કેસ નોંધી તપાસ હાથ ધરી હતી. પણ કેસમાં સ્થાનિક પોલીસની કામગીરી ઢીલી હોવાથી સ્થાનિક નેતાઓએ રસ લઈ ગૃહમંત્રીને રજુઆત કરી ત્યારબાદ સર્કલ પીઆઈ પાસેથી તપાસ લઈને નવસારી એલસીબીને સોંપાતા ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી અસીમ શેખની મુંબઈથી અટક કરવામાં આવી હતી. કોર્ટે આરોપી અસીમના 9 દિવસના રિમાન્ડ આપ્યા હતા. હાલમાં કોર્ટે આરોપી અસીમને કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. એલસીબીએ આ કેસમાં અન્ય આરોપી કિરણ પટેલની અટક કરી હતી.
લવ જેહાદના આરોપીને મદદ કરનાર અને. યુવતીને ધમકાવનાર મહિલા વકીલનું નામ ફરિયાદમાં હોય તેને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ કેસમાં દિપક કોરાટ, પીઆઈ, LCB, નવસારી સક્રિય રીતે કામગીરી કરી રહ્યા છે.

