વાંસદા: ગતરોજ વાંસદાના તાલુકાના કુકડ કુરેલીયા ગામની ઘટના છે કે જેમાં એક માં એ પોતાની એક જુવાન દીકરી ગુમાવી અને તેના નાનકડાં બે બાળકોનો વિયોગમાં રડતી પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે ઝઝુમતી હોવાની ઘટના બહાર આવી છે.
Decision News ને દુબળ ફળિયાના સરપંચ મહેન્દ્ર પટેલ જણાવે છે કે વાંસદાના કુકડ કુરેલીયા ગામના રમીલાબેન કાળુભાઈ પટેલે પોતાની દીકરી મયુરીબેનને વાંસદાના જ પોતાના સમાજના છોકરા સાથે એને પરણાવી હતી લગ્ન બાદ એમનો જમાય મયુરીબેન સાથે દારૂ પીને મારઝૂડ કરતો હતો અને પિયરમાં મોકલી આપતો પણ લાજ બચાવવા અને દીકરીનું ઘર ન ભાંગે એ બીકે રમીલાબેન પોતાની દીકરીને સમજાવીને પાછી પતિના ઘરે મોકલી અપાતી હતી.
લગ્નના એક વર્ષ પછી મયુરીબેને એક દીકરીનો જન્મ આપ્યો જે હાલમાં ૪ વર્ષની છે. દીકરીના જન્મ બાદ પણ જમાઈએ પીવાનું છોડ્યું નહિ. તે પહેલાં ની જેમ મયુરીબેનને માનસિક અને શારીરિક રીતે હેરાન કરતો જ રહ્યો. થોડા સમય પહેલાં જ મયુરીબેનને બીજી પુત્રી થઇ અને તેમનું આ સમયે જ અકાળે અવસાન થઇ ગયું. તે સમયે પણ જમાઈ પીધેલી હાલતમાં જ હતો. દીકરીઓને સાચવવા રમીલાબેન રહ્યા પણ જમાઈએ તેમને પણ ઝઘડો કરી ત્યાંથી કાઢી મૂકયા.
હવે સ્થિતિ એ આવીને ઉભી છે કે રમીલાબેને જુવાનજોધ દીકરી તો ગુમાવી દીધી પણ સાથે દીકરીઓની બંને દીકરીઓનો પણ વિયોગ સહન કરવાનો વારો આવ્યો છે. તેનો જમાઈ આ બન્ને દીકરીઓને રમીલાબેનને મળવા દેતો નથી. અને કહે છે કે મારે તમારી જોડે કોઈપણ જાતના સંબંધ રાખવો નથી એમ કહી ઝઘડો કરે છે. પણ રમીલાબેનનું કહેવું છે કે જમાઈ ના ઘરે કોઈ એવી સ્ત્રી નથી કે જે બંને નાની દીકરીઓની સાર સંભાળ રાખી શકે. નાની દોઢ મહિનાની દીકરીને પાઉડર વાળું દૂધ ચાર વર્ષની દીકરી પીવડાવે છે કારણ કે જમાઈને તો દારૂ પીવા સિવાય બીજું કઈ સૂઝ પડતું નથી. આવા સમયે પોતાની દીકરી તો ગુમાવી પણ તેની અબ્નને દીકરીઓને ગુમાવવા ન માગતાં રમીલાબેન ન્યાય મેળવા આદિવાસી આગેવાનોના દર દર ભટકી રહ્યા હતા ત્યારે પ્રકાશભાઈ વસાવા ધર્મેશભાઈ વસાવા, અને આદિવાસી આગેવાન અને નીડર સરપંચ એવા મહેન્દ્રભાઈ પટેલ સંપર્ક કર્યો અને તેઓ વાંસદા પોલીસ સ્ટેશને રમીલાબેન સાથે ગયા અને ન્યાય અપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
એક માં ની વેદના માં જ સમજી શકે છે. હવે જોવાનું એ રહે છે કે દીકરીને ગુમાવી ચુકેલી એક માં દીકરીની દીકરીઓના પ્રેમ મેળવવા માટે જે ટળવળી રહી છે તેને પ્રેમ મળશે કે નહિ, ન્યાય મળશે કે નહિ..

