નવસારી: નવસારીની છાપરા ગામની પ્રાથમિક શાળામાંથી એક વિવાદને લઈને બે શિક્ષિકાઓની બદલી કરવામાં આવી હતી. પણ ફરીથી આ જ પ્રાથમિક શાળામાં ઓર્ડર મળી જતાં વાલીઓએ આક્રોશમાં શાળામાં તાળાબંધી કરી દીધી પણ પછી તંત્રએ યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપતા તાળા ખોલ્યા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.
Decision News નવસારીની છાપરાની પ્રાથમિક શાળાના આચાર્ય વિરુદ્ધ થોડા વખત પહેલાં બે શિક્ષિકાઓ દ્વારા છેડતીની ફરિયાદ કરાઈ જેને લઈને મેં મહિનામાં બંને શિક્ષિકાઓની વાંસદા તાલુકામાં બદલી કરી દેવામાં આવી હતી પણ ત્યાંથી આ બંને શિક્ષિકાઓને ફરી છાપરાની શાળામાં બદલી કરી દેવામાં આવતાં વાલીઓ આક્રોશમાં આવી ગયા હતા અને શાળાને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો.
તાજા જાણકારી મળ્યા મુજબ આચાર્ય અને પોલીસની મઘ્યસ્થીમાં આજે પ્રાથમિક શાળાના તાળા ખોલી બાળકોનું શિક્ષણકાર્ય તો શરૂ કરાયું હતું પણ વાલીઓએ યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે. આ ઘટનાને લઈને . નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારનું કહેવું છે કે જે શિક્ષિકાઓની બદલી કરાયા બાદ ફરી છાપરા પ્રાથમિક શાળામાં બદલી કરાઈ છે તે પ્રાથમિક શિક્ષણ નિયામકના પત્રના આધારે થઇ છે. આવનારા સમયમાં પ્રાથમિક શિક્ષણ નિયામક વિષે વાલીઓ શું પગલાં લેશે એ જોવું રહ્યું.

            
		








