વાંસદા: નવસારીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિચારો કે ન કરે નારાયણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને તેને માટે અંતિમધામ ગણાતા સ્મશાનની વ્યવસ્થા ન અને એના કારણે વ્યક્તિના મૃતદેહને ઘરમાં રાખી મુકવાનો વારો આવતો હોય.. આવો જ કિસ્સો વાંસદા તાલુકાના ખાંભલા ગામમાંથી સામે આવ્યો છે.

વિકાસનું ખોખલાપણું સામે આવ્યો હોય તેમ વાંસદા તાલુકાના ખાંભલાના પટેલ ફળિયા, વાટી ફળિયા, મહુ ફળિયા, સતમડી ફળિયા, ડુંગરી ફળિયામાં જીવતાં વ્યક્તિઓ માટે તો અભાવ છે જ પણ છેલ્લાં ઘણાં વર્ષોથી મૃત્યુ પામનાર વ્યક્તિઓ માટે અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાનની પણ સુવિધા નથી ઉનાળામાં અને શિયાળામાં તો આ ફળિયાના લોકો નદી કિનારે ખુલ્લામાં અંતિમ વિધિ કરતાં હોય છે પણ ચોમાસમાં તો ખુબ જ મુશ્કેલીઓ ઉભી થાય છે ધોધમાર વરસાદમાં અંતિમ સંસ્કાર કરવા અસંભવ બની જાય છે. ગતરોજ એક ફળિયામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું તો ધોધમાર વરસાદ વચ્ચે તેની અંતિમ વિધિ કેવી રીતે થાય.. ન છુટકે મૃતદેહને રાતવાસો કરાવવો પડયો આ તો કઈ દશા છે..?

ખાંભલા ગામના જ જયસિંગ ગાયકવાડ Decision News ને જણાવે છે કે આ બાબતે છેલ્લા 4 થી 5 વર્ષ થી સરપંચ અને જિલ્લા પંચાયતના સભ્યને વારંવાર રજૂવાત કરવા છતાં ખાંભલા ગામમાં સ્મશાન બાંધવામાં આવી નથી. સરપંચ અને જિલ્લા પંચાયત સભ્ય આવીને જગ્યાનું નિરક્ષણ કરી જોય જાય છે, ખાર્તમૂહર્ત કરી શ્રીફળ પણ ફાડી જાય છે પણ બસ આટલું જ. પણ આજ સુધી સ્મશાનના બાંધકામની એક ઇંટ પણ મુકાઇ નથી. હાલમાં પણ લોકો નદી કિનારે લાશ સળગાવવા મજબૂર છે.  ગતિશીલ ગુજરાતમાં આ ખાંભલા ગામમાં લાશને સ્મશાન સુધી લઈ જવા માટે રસ્તો પણ નથી પગ વાટ થી જવું પડે છે બોલો.. સ્મશાન બનાવી આપવાના વાયદા પર વાયદા.. ક્યાં સુધી.. અધિકારીઓ અને ચુંટાયેલા લોકોના પ્રતિનિધિઑને કહેવું છે કે જીવતા વ્યક્તિઓને તો ઉલ્લુ બનાવો જ છો.. મરેલાં ને તો છોડો..!