વાંસદા: તાજા જાણકારી મળ્યા મુજબ રોડ બનાવનાર કોન્ટ્રાકટરની નિષ્કાળજી અને બેદરકારીભરી કામગીરીને લઈને વાંસદના ચોરવણી ગામમાં એક વાનનો ગંભીર અકસ્માત થયાની ઘટના બનવા પામી છે. ઘાયલ થયેલા મુસાફરોને વાંસદાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
જુઓ વિડીયો..
Decision News ને ચોરવણી ગામના સામાજિક આગેવાન બારકુભાઈ જણાવ્યું કે આ અકસ્માતની ઘટના નવો રોડ બનાવનાર કોન્ટ્રાકટરની બેદરકારી ભર્યા કામગીરી લીધે બની છે. જેમાં બિચારા નિર્દોષ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કોન્ટ્રાકટરે રોડનું કામ પૂર્ણ થઈ ગયા બાદ પણ રોડ પર ઠાલવેલો કપચીનો ઢગ દૂર કર્યો નહીં અને ત્યાં જ રેહવા દીધો હતો. અને ધોધમાર વરસાદમાં કોઈ અગત્યના કામ માટે જય રહેલા વાન ચાલકને રોડ પર નકામા પડી રહેલ કપચીના ઢગ દેખાયો નહીં અને વાન તેના પર ચડી ગઈ અને પલટી મારી ગઈ જેના કારણે તેમાં સવાર લોકો ગંભીર રીતે ઘાયલ બન્યા છે.
આવા ગેરજવાબદર અને લોકોના અહિત કરનાર રોડ કોન્ટ્રાકટરને વહીવટીતંત્ર કામગીરી કેમ સોંપે છે આએ એક પ્રશ્ન છે. જેને રોડ ગામે તે રીતે પૂર્ણ કરી રૂપિયા લેવામાં રસ હોય છે રોડ સરખી રીતે લોકોની અવર-જવર માટે બનાવી આપવામાં નહીં.. હવે આ ઘટના વિશે આવનાર સમયમાં વહીવટીતંત્ર શું પગલાં ભરે છે એ જોવું રહ્યું.