મુંબઈ: પોલીસની કાર્યવાહી કરતી હોય છે ત્યારે મોટા ભાગના ફરિયાદીઓને અસંતુષ્ટિ થાય છે આ અસંતુષ્ટિ દુર કરવા મુંબઈ હાઈ કોર્ટની નાગપુર બેન્ચે આદેશ આપ્યો છે કે પોલીસ કાર્યવાહી કરતી હોય ત્યારે રસ્તા પર કે પોલીસ સ્ટેશનમાં મોબાઈલમાં રેકોડીંગ કરવાનો અધિકાર છે એમ કહ્યું છે.
હાઈકોર્ટના આદેશનુસાર હવે નાગપુર પોલીસે આદેશ જારી કર્યો એ અનુસાર ‘કેટલાક નિયમોનું અનુસરણ કરી હવે મોબાઈલ રેકોડીંગ કરી શકાશે’ એમ પોલીસ કમિશ્નર અમિતેશ કુમારે જણાવ્યું હતું. પોલીસ અધિકારી અને કર્મચારી લોકસેવામાં છે. પારદર્શકતા માટે કોઈપણ નાગરિક મોબાઈલ કે અન્ય માધ્યમમાં રેકોડીંગ કરી શકે છે. આ બાબતને લઈને કોઈપણ પ્રકારની કાનૂની કાર્યવાહી કરવામાં નહિ આવે અને નાગરીકો સાથે વિવાદ પણ કરવો નહી નો આદેશ અપાયો છે.
બસ નાગરિકે એ ધ્યાન રાખવું કે મહિલા પોલીસ અધિકારીની ગુપ્તતાનો ભંગ નહિ થાય, હાઈકોર્ટે પોલીસ સ્ટેશન સાર્વજનિક સ્થળ જાહેર કરાયું છે અને તેમાં વિડીયો રેકોડીંગની મનાઈ નથી એમ કહેવામાં આવ્યું છે.