વાંસદા: આગાહી કિંગ અંબાલાલ પટેલ જણાવે છે કે તારીખ 7 જૂને લક્ષદ્વીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી સંભાવના છે. અને એના કારણે દક્ષિણ ગુજરાતમાં અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે.

ભારે પવન સાથે 13 જૂને વરસાદ પડી શકે તેવી સંભાવના છે, તો દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ છે. અંબાલાલ પટેલે વાવાઝોડા અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં તારીખ 7 જૂન થી 11 જૂન દરમિયાન ભારે વાવાઝોડુ આવી શકે તેવી સંભાવના છે, અને 15 જૂન સુધી ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં અવી છે.

દક્ષિણ ગુજરાતમાં 10 ઈંચથી વધુ વરસાદ વરસશે તેવી સંભાવના છે. દક્ષીણ ગુજરાતમાં વલસાડ અને નવસારી ડાંગમાં વધુ વરસાદ તૂટી પડવાના એંધાણ જોવાઈ રહ્યા છે. ગુજરાત તારીખ 15 જૂન સુધી સાર્વત્રિક વરસાદની આગાહી છે.