ધરમપુર: આજે વેકેશન પૂર્ણ આદિવાસી વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં ફરી નાના નાના ભૂલકાઓનો કલરવ સાંભળવા મળ્યો ત્યારે બાળકોએ એકદમ શિસ્તમાં પોતાની શાળામાં પ્રવેશ કર્યો અને શિક્ષકોએ બાળકોને ઉત્સાહભેર તેને આવકાર આપ્યાના દ્રશ્યો જોવા મળ્યા.
નવા શૈક્ષણિક સત્ર શરુ થયું અને નાના-નાના ભૂલકાઓ પ્રાથમિક શાળામાં બેગ પાછળથી ભરાવી હસતા રમતાં શાળામાં જતા જોવા મળ્યા દેખાયા હતા. પ્રાથમિક શાળાના શિક્ષકોએ પણ ભૂલકાઓને ગેટ પર રહીને મીઠો આવકાર આપ્યો જેથી બાળકો ખુબ ખુશ થઈ ગયા હતા.
ધરમપુર તાલુકાની એક પ્રાથમિક શાળાની શિક્ષિકા જણાવે છે કે મેં પૂછ્યું કે, આજે ભણવું છે ? તો ભૂલકાઓનો જવાબ હતો ના હજી અમારે રમવું છે. બાળકોનો ઉત્સાહ જોઈ હું પણ તેમણે બહાર રમવા માટે લઈ આવ્યો અને એમના આનંદનો પાર ન રહ્યો આજે શાળામાં પ્રથમ દિવસે ભૂલકાઓ વેકેશનના મૂડમાં જ જોવા મળ્યા.

