વાંસદા: એક દિવસનું નહિ આ તો દરરોજનું દ્રશ્ય છે.. લોકોના ટેક્સના રૂપિયાથી પોતાનું પેટ્યું રળતાં વાંસદા ના મામલતદાર અને પ્રાંત પોતાના AC રૂમમાં હોય છે અને જાતિના દાખલા કે અન્ય સરકારી કામકાજ લઈને આવતા આદિવાસી લોકો અસહ્ય ગરમીમાં પણ લાઈનમાં..

શું અધિકારીઓ આદિવાસી સમાજના લોકોને ઘેટા બકરાની જેમ સમજે છે જેને દરેક બાબતમાં લાઈનમાં જ ઉભા રાખી દે છે ? શું મામલતદાર કે પ્રાંતને આ ભૂખ્યા તરસ્યા લાઈનમાં ઉભા રહેલા લોકોની વ્યથા નહિ સમજાઈ ? અને રાજકીય આગેવાનો ક્યાં જાય છે આવા સમયે..! લોકો તમને પોતાના કામ માટે આંખો દિવસ લાઈનમાં ઉભા રહેવા માટે પ્રતિનિધિ નથી બનાવતા. પણ પોતાની મુશ્કેલી ઓછી કરવા બનાવે છે. રાજકીય રોટલા શેકવાનું ઓછું કરી લોકો તરફ પણ જુઓ તો ખરા..! કોણ અને ક્યારે સમજશે આ વ્યથા..

લાઈનમાં ઉભા રહેલા નામ ન આપવાનું કહીને Decision News એક યુવાન જણાવે છે કે આ અધિકારીઓ રીઢા બની ગયા છે. એમણે પોતાના મહિનાના પગાર સાથે લેવા દેવા છે લોકોના કામ થાય કે ન થાય એમને શું ? પણ લોકોના ટેક્સના રૂપિયાથી વટ પાડતા આ અધિકારીઓના દિવાસો સારા નહિ જાય.. કુદરત એમને પણ દિવસો બતાવશે એ નક્કી છે.