ધરમપુર: થોડા દિવાસો પહેલાં જ 2022-23નું SSCનું પરિણામ ગુજરાતમાં જાહેર થયું હતું જેમાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલ મોડેલ સ્કૂલ માલનપાડાનું વર્ષ:2022-23નું એસ. એસ. સી બોર્ડનું પરિણામ 89.47% ટકા આવ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ માલનપાડા મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ગાંવિત ધૃતિકા બેન સુરેશભાઈ પ્રથમ ક્રમ. PR-91.26, અને 78.33% મેળવેલ છે, ભિસરા તૃપ્તિબેન કાંતિલાલ દ્વિતીય ક્રમ PR-85.63 અને 73.33% તથા પટેલ મૈત્રી ધર્મેન્દ્રભાઈ તૃતિય ક્રમ PR-85.42 અને 73.16% મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે, જે બદલ તેઓને અભિનંદન પાઠવવામાં આવે છે.

આ ઉપરાંત શાળાના સ્ટાફ મિત્રોમાં અરવિંદભાઈ ધોરિયાએ પોતાના વિષય ગુજરાતી અને હિન્દીમાં 100% પરિણામ, મીરાબેન ગોળકિયાએ સામાજિક વિજ્ઞાનમાં 100% પરિણામ, તથા પૂજાબેન પટેલએ ઇલેક્ટ્રોનિક અને હાર્ડવેરમાં 100% પરિણામ મેળવેલ છે જે બદલ શાળા પરિવાર, વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા એમની મહેનત અને સફળતા બદલ અભિનંદન આપ્યા હતા. શાળાના આચાર્ય ડૉ. વર્ષાબેન બી. પટેલ દ્વારા તમામને પ્રગતિના પંથે આગળ વધવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.