વાંસદા: ગતરોજ વાંસદા ગામનાં પાટાફળીયા ખાતે એક દિવસીય પ્લાસ્ટિક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનું સરપંચશ્રી ગુલાબભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ રાધે ક્રિષ્ના ટીમ તથા ઉપવિજેતા સાઈ પાટાફળીયા ટીમ રહી હતી.

 Decision News ને મળેલી માહિતી મુજબ વિજેતા અને ઉપવિજેતા ટીમને અનુક્રમે ૨૨૨૨ તથા ૧૧૧૧ નું રોકડ ઈનામ અને મેડલો ટ્રોફી આપવામાં આવી હતી. તથા બેસ્ટ બેટ્સમેન બોલર ફિલ્ડરને પણ ઈનામ આપવામાં આવ્યું હતું. સમગ્ર ટુર્નામેન્ટનું સંચાલન સંજયભાઈ પ્રેમલભાઈ દિવ્યેશભાઈ હેમંતભાઈ દિપકભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. વિજેતા અને ઉપવિજેતા ટીમને સરપંચ શ્રી ગુલાબભાઈ પટેલ તથા પી.આઈ કિરણ પાડવીના હસ્તે ટ્રોફી મેડલ તથા રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અનિલભાઈ જીવણભાઈ ગણપતભાઇ મહેન્દ્રભાઈ પ્રવીણભાઈ મુકેશભાઈ જગુભાઈ તથા ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો બાળકો હાજર રહ્યા હતાં.