સાપુતારા: ગતરોજ અંકલેશ્વરથી દૂધનો જથ્થો ખાલી કરી પાછી મહારાષ્ટ્રમાં તરફ આવતી MH-17-BY-4660 નબરની ટ્રક વઘઇના બાજ ગામ નજીક એક પુરઝડપે આવતી પિકઅપ વાન સાથે અથડાવવાથી અકસ્માતની ઘટના બનવા પામી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ પુરઝડપે ગફલતભરી રીતે પિકઅપ વાન રોંગ સાઈડમાં હંકારનાર ચાલક ટ્રકને ટક્કર મારતા ટ્રક ચાલકનું સ્ટેરીંગ પરથી સંતુલન ખોળવાતા ટ્રક પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રક અને પિકઅપ વાનને જંગી નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે જયારે બંને વાહનચાલકોના ચાલકો અને ક્લીનરોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી

આ ઘટનાને લઈને ટ્રક ચાલકે પિકઅપ વાન ચાલક વિરુદ્ધ વઘઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.