કર્ણાટક: કર્ણાટકમાં કોંગ્રેસના 200 યુનિટ મફત વીજળીના વચન બાદ હવે કોંગ્રેસ જીતી જતા લોકો બિલ ભરવાનો ઇન્કાર કરી રહ્યા છે પરિણામે વીજ કંપનીના અધિકારીઓ મુંઝવણમાં મુકાયા છે. કર્ણાટકમાં હવે વીજ કંપનીને લાઈટ બિલ વસૂલ કરવું ભારે પડી રહ્યું છે.
જ્યારે લાઈટ બિલ આપવામાં આવ્યું તો હવે લોકો કહે છે કે કોંગ્રેસે મફત વીજળીનું વચન આપ્યું હતું અને અમે કોંગ્રેસને વોટ આપ્યો અને કોંગ્રેસ જીતી એટલે મફત વીજળી મેળવવાના હકદાર બની ગયા છીએ, બિલ નહી ભરીએ. કર્ણાટકમાં કોંગ્રેસની જીત થઈ છે પરંતુ સરકાર હજુ બની નથી. સાથે જ કોંગ્રેસે ચૂંટણી પહેલા જે વચનો આપ્યા હતા તે પુરા કરવામાં આવે તેવી માંગ પણ લોકો કરવા લાગ્યા છે.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસે વચન આપ્યું હતું કે જો તેમની સરકાર બનશે તો લોકોને 200 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવશે. કર્ણાટકમાં સરકાર બનવાની બાકી હોવા છતાં લોકોએ વીજળીના બિલ ભરવા ઈન્કાર કરી દીધો છે.